વિકી-કેટ વેડીંગઃ વિકી કૌશલ તથા કેટરીના કૈફે લગ્નના બંધનમાં બંધાયા, કહ્યું- નવા જીવનની શરૂઆતમાં તમારા આશીર્વાદ જોઈએ

 વિકી-કેટ વેડીંગઃ વિકી કૌશલ તથા કેટરીના કૈફે લગ્નના બંધનમાં બંધાયા, કહ્યું- નવા જીવનની શરૂઆતમાં તમારા આશીર્વાદ જોઈએ
Share

બૉલીવુડ સ્ટાર્સ વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની ખબરો છેલ્લા ત્રણ દિવસથી ફેન્સને ખુશ કરી રહી છે. આ દરમિયાન બધા આતુરતાથી આ શાહી અંદાજમાં થનારા લગ્નની તસ્વીરોની રાહ જોઈ રહ્યા હતા અને ગઈકાલે રાત્રે ખુદ સેલેબ્સે આ તસ્વીરોને શેર કરીને ફેન્સને સરપ્રાઈસ આપી.

નવા જીવનની શરૂઆત માટે માગ્યા આશીર્વાદ

વિકી કૌશલ તથા કેટરીના કૈફે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રાજસ્થાનનો બરવાડા મહેલમાં લગ્નનો સમારોહ રખાયો હતો. વિકી કૌશલ તથા કેટરીનાએ સો.મીડિયામાં લગ્નની તસવીરો શૅર કરી હતી. બંનેએ એક જેવી તસવીરો તથા કેપ્શન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે નવા જીવનની શરૂઆતમાં તમારા આશીર્વાદ જોઈએ છીએ.

નિકટના પરિવારજનો જ રહ્યા હાજર

લગ્નમાં માત્ર પરિવારના સભ્યો તથા નિકટના પરિવારજનો હાજર રહ્યાં હતાં. બપોરે 12 વાગે લગ્નની વિધિ શરૂ થઈ હતી. બપોરે સાડા ત્રણ વાગે ફેરા ફર્યા હતા અને પછી લગ્નની અન્ય વિધિ શરૂ થઈ હતી. સાંજે સવા પાંચ વાગે લગ્ન સંપન્ન થયા હતા.

એન્ગેજમેન્ટ રિંગમાં લાગ્યો છે સફાયર ડાયમંડ

કેટરીના કૈફ આજ સુધીના પોતાના દરેક બ્રાઈડલ લુક કરતા ક્યાંય વધારે સુંદર જોવા મળી રહી છે. તેણે રેડ કલરનો ગોલ્ડન વર્કવાળો લહેંગો પહેર્યો છે. આ સાથે કેટરીનાએ મોટી નથ અને સોનાની જ્વેલરી કૈરી કરી છે. પણ આ બધા ઝવેરાતો વચ્ચે તેની એક રિંગ અલગ જ જોવા મળી રહી છે. આ રિંગમાં વાદળી કલરનો એક સ્ટોન દેખાઈ રહ્યો છે. અંદાજ લગાવી શકાય છે કે વિક્કી કૌશલે એન્ગેજમેન્ટના અવસરે કેટરીનાને સફાયર ડાયમંડની રિંગ પહેરાવી છે. સ્ટોનની સાઈજ જણાવી રહી છે કે તેની કિંમત ઘણી વધારે છે.

મંગળસૂત્રમાં જડેલા છે હીરા

આ સાથે કેટરીનાના મંગળસૂત્રની વાત કરીએ તો, કેટરીનાએ પહેરેલા મોટા રાનીહારની નીચે મંગળસૂત્ર લટકતું જોવા મળી રહ્યું છે. આ મંગળ સૂત્રમાં નાના-નાના ગોલ્ડ અને કાળા મોતિયો વચ્ચે એક પેન્ટેટ છે. જેમાં એક મોટો અને નીચે એક નાનો હીરો જોવા મળી રહ્યો છે. મંગળસૂત્ર ઘણું સુંદર દેખાઈ રહ્યું છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *