વાતથી વિવાદઃ સ્મૃતિ ઈરાનીને ન ઓળખી શક્યો ‘કપિલ શર્મા શો’નો ગાર્ડ, અલ્કા લાંબાએ કટાક્ષ કરતા કહ્યું- જે ઓળખ હતી તે પણ ગુમાવી દીધી

 વાતથી વિવાદઃ સ્મૃતિ ઈરાનીને ન ઓળખી શક્યો ‘કપિલ શર્મા શો’નો ગાર્ડ, અલ્કા લાંબાએ કટાક્ષ કરતા કહ્યું- જે ઓળખ હતી તે પણ ગુમાવી દીધી
Share

પૂર્વ અભિનેત્રી અને ભાજપની સાંસદ સ્મૃતિ ઈરાનીને એક કડવો અનુભવ થયો છે. ધ કપિલ શર્મા શોના સેટ પર ગેસ્ટ તરીકે સેટ પર પહોચેલી સ્મૃતિ ઈરાનીને ત્યાંના ગાર્ડ અન્ના ઓળખી ન શક્યા અને તેમને અંદર ન જવા દીધા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું પણ હત્યું કે તેઓ સ્પેશિયલ ગેસ્ટ છે અને શૂટીંગ માટે થઈને તેમને આમંત્રણ આપવાનું આવ્યું છે. જોકે ગાર્ડે કહ્યું, અમને કોઈ ઓર્ડર મળ્યો નથી, માફ કરશો મેડમ, તમે અંદર ન જઈ શકો.

જ્યારે કપિલ અને એની પ્રોડક્શનની ટીમને આ વાતની જાણ થઈ તો સેટ પર અફરાતફરી મચી ગઈ. પ્રોડક્શન ટીમ સતત પ્રયાસો બાદ પણ સ્મૃતિ ઈરાનીને શૂટિંગ પર પરત ફરવા માટે મનાવી શકી નહીં અને આખરે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું.

કપિલ શર્મા શોના સેટ પર જે બન્યું તેનાથી નારાજ થઈને સ્મૃતિ ઈરાની પરત ફર્યા જેને લઈને તેઓ હાલ ચર્ચામાં છે. દેશમાં હાલ ચૂંટણીની મોસમ પણ ચાલી રહી છે. ત્યારે વિપક્ષે પણ આ વહેતી ગંગામાં હાથ ધોવાનું છોડ્યું નથી. વિપક્ષે આ ઘટનાને લઈને સ્મૃતિ ઈરાની પણ નિશાન સાધ્યું છે.

કોંગ્રેસ નેતા અલકા લાંબાએ આ ઘટના પાછળનું કારણ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની નિષ્ફળતાને ગણાવ્યું છે. તેમણે ટ્વિટ કરીને સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કર્યો છે. અલ્કા લાંબાએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 8 વર્ષથી મંત્રી છે. તેમ છતા ઈ-રાનીજી પોતાના કામોથી કોઈ ઓળખ બનાવી શક્યા નથી. તેમણે પોતાની ઓળખ પણ ગુમાવી દીધી છે.

ત્યારે બીજી તરફ કેટલાક યુઝર્સ સ્મૃતિ ઈરાનીની તરફેણમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર એક યુઝર્સે અલકા લાંબાને ટેગ કરીને લખ્યું કે, ચાંદની ચોકમાં તમને કોઈ ઓળખતું નથી. જો કોઈ શંકા હોય તો એકલા આવો અને ફરવા જાઓ. બધો વહેમ દૂર થઈ જશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *