શું થશે છુટાછેડા?: પ્રિયંકા ચોપરાએ હટાવી પોતાના પતિ નિકની સરનેમ, શું લગ્નના 3 વર્ષ બાદ છૂટાછેડા તરફ ઈશારો

 શું થશે છુટાછેડા?: પ્રિયંકા ચોપરાએ હટાવી પોતાના પતિ નિકની સરનેમ, શું લગ્નના 3 વર્ષ બાદ છૂટાછેડા તરફ ઈશારો
Share

વર્ષ 2018માં પ્રિયંકા ચોપરાએ નિક જોનસ સાથે જોધપુરના ઉમેદ પેલેસમાં પહેલા હિન્દુ અને પછી ખ્રિસ્તી રીતિ-રિવાજથી લગ્ન કર્યા હતા. જે બાદ પ્રિયકાએ સોશિયલ મીડિયા પર પોતાની સરનેમ પ્રિયંકા ચોપરાથી બદલીને પ્રિયંકા ચોપરા જોનસ કરી હતી.

લગ્નના ત્રણ વર્ષમાં ઘણીવાર તેમના છૂટાછેડાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ બંને ઘણીવાર પોતાની રોમેન્ટિક તસવીરોથી લોકોના મોં બંધ કરી દેતા હતા. પરંતુ ફરી એકવાર પ્રિયંકા ચોપરા તેના લગ્નને લઈને ચર્ચામાં છે. હકિકતમાં, પ્રિયંકાએ તેના નામની પાછળથી તેના પતિની જોનસ સરનેમ હટાવી દીધી છે.

ઈન્સ્ટાગ્રામ પર બદલ્યું નામ

પ્રિયંકા ચોપરાએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ (ઈન્સ્ટાગ્રામ) પરથી તેના પતિની સરનેમ હટાવી દીધી છે. જે બાદ તેના ચાહકો નારાજ છે અને અનુમાન લગાવી રહ્યા છે કે પ્રિયંકા અને નિક જોનસ વચ્ચે કંક ઠીક લાગી રહ્યું નથી.

લગ્નના ત્રણ વર્ષ

પ્રિયંકા અને નિક જોનસે 1 ડિસેમ્બર 2018ના રોજ જોધપુરમાં હિંદુ અને ખ્રિસ્તી રીતિ-રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર પરિવાર અને કેટલાક ખાસ મિત્રો હાજર રહ્યા હતા. જે બાદ બંનેએ મુંબઈમાં તેમનું રિસેપ્શન રાખ્યું હતું, જ્યાં આખું બોલિવૂડ હાજર રહ્યું હતું.

પ્રિયંકાના આગામી પ્રોજેક્ટ્સ

પ્રિયંકા એમેઝોન પ્રાઈમની વેબ સિરીઝ ‘સિટાડેલ’માં સામેલ છે. આ સાથે તે હોલીવુડ ફિલ્મ ‘ટેક્સ્ટ ફોર યુ’માં પણ જોવા મળશે. બોલીવૂડમાં તે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફની ‘જી લે ઝરા’માં પણ જોવા મળશે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *