દેશનું ગૌરવઃ હરનાઝ કૌર સંધુ બની મિસ યુનિવર્સ, 21 વર્ષ બાદ ભારતીય દિકરીના માથે તાજ

 દેશનું ગૌરવઃ હરનાઝ કૌર સંધુ બની મિસ યુનિવર્સ, 21 વર્ષ બાદ ભારતીય દિકરીના માથે તાજ
Share

મિસ યુનિવર્સ 2021નો તાજ ભારતની દિકરી હરનાઝ સંધૂને મળ્યો છે. આ સ્પર્ધામાં પ્રીલિમિનરી સ્ટેજમાં 75થી વધુ સુંદર અને પ્રતિભાશાળી મહિલાઓએ ભાગ લીધો હતો પરંતુ ટોપ 3માં ત્રણ દેશોની મહિલાઓએ જગ્યા બનાવી તેમાંથી એક ભારતની હરનાઝ સંધૂ પણ હતી. 70માં મિસ યુનિવર્સ બ્યુટી પેજન્ટનું આયોજન ઈઝરાયેલમાં થયું હતું. આ વર્ષે બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલાને મિસ યુનિવર્સ કોન્ટેસ્ટ જજ કરવાનો મોકો મળ્યો હતો.

આ સ્પર્ધામાં ટોપ ત્રણ સ્પર્ધકોને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમે દબાણનો સામનો કરી રહેલી મહિલાઓને શું સલાહ આપશો? તેના પર હરનાઝ સંધૂએ જવાબ આપ્યો તમારે એ માનવું પડશે કે તમે અદભુત છો, તમને તમારી જાત પરનો વિશ્વાસ જ સુંદર બનાવે છે. બહાર આવો તમારા માટે બોલતા શીખો કારણ કે તમે જ તમારા જીવનના નેતા છો. આ જવાબની સાથે જ હરનાઝ સંધૂએ આ વર્ષનો મિસ યુનિવર્સ 2021નો ખિતાબ પોતાના નામે કરી લીધો.

કોણ છે હરનાઝ સંધુ

પંજાબના ચંદીગઢની રહેવાસી હરનાઝ સંધુ વ્યવસાયે મોડલ છે. 21 વર્ષની હરનાઝે મોડલિંગ અને ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને જીતવા છતાંય અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપ્યું. મોડલિંગની સાથે હરનાઝે એક્ટિંગમાં પણ ઝંપલાવ્યું છે. હરનાઝ પાસે બે પંજાબી ફિલ્મો ‘યારા દિયાં પૂ બરાં’ અને ‘બાઈ જી કુટ્ટાંગે’ છે.

હરનાઝ સંધુ આટલા અવૉર્ડ જીતી

  • વર્ષ 2017માં ટાઈમ્સ ફ્રેશ ફેસ મિસ ચંદીગઢ
  • વર્ષ 2018માં મિસ મેક્સ ઈમર્જિંગ સ્ટાર
  • વર્ષ 2019માં ફેમિના મિસ ઈન્ડિયા પંજાબ
  • વર્ષ 2021માં મિસ યુનિવર્સ ઈન્ડિયા

તમને જણાવી દઈએ કે, આ પહેલા ભારતની બે દિકરીઓએ મિસ યુનિવર્સનો તાજ જીત્યો છે. વર્ષ 1994માં સુસ્મિતા સેન અને વર્ષ 2000માં લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *