અડગ મનના માનવીને પહાડ પણ નડી શકતો નથી, સફળતાના શિખરે અમદાવાદના છબાસરનો યુવાન અર્જુનસિંહ ચાવડા

 અડગ મનના માનવીને પહાડ પણ નડી શકતો નથી, સફળતાના શિખરે અમદાવાદના છબાસરનો યુવાન અર્જુનસિંહ ચાવડા
Share

કહેવાય છે કે અથાગ મહેનત કરનારને હિમાલય પણ નડતો નથી. આવું જ કંઈક અમદાવાદના છબાસર ગામના દિકરાએ કરી બતાવ્યુ છે.બાળપણથી જ ગાયક કલાકાર બનાવાના સપના જોતો યુવાન આખરે સફળતાની સીડીઓ સર કરી રહ્યા છે અને તેના યુટ્યુબ પર મુકેલા વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.

આ યુવાન છે અમદાવાદના છબાસર ગામનો અર્જુનસિંહ ચાવડા જે હાલમાં લોકપ્રિય બન્યો છે.આ યુવાને બાળપણમાં જે સપનું જોયુ હતુ તે ઘણા સંઘર્ષો બાદ સાકાર થવા જઇ રહ્યુ છે.અર્જુનસિંહ ચાવડા મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે. અર્જુનસિંહના પિતા ખેતી કરે છે તો માતા ગૃહિણી છે. પુત્રનું સપનું પુરુ કરવા માતા-પિતાએ પણ પુરી હુંફ પુરી પાડી છે.

માતા-પિતાની સાથે મિત્રોનો સહયોગ પ્રાપ્ત થતા અર્જુને યુટ્યુબ પર ચેનલ બનાવી તેમજ ઘણા સિંગિંગ ઓડિશન પણ આપ્યા હતા. જે બાદ ઘણા સંઘર્ષો પછી અર્જુને નવરાત્રી 2020માં “લાયન પ્રોડક્શન હાઉસ”ની શરૂઆત કરી હતી, જેમાં પહેલું આલ્બમ “નવલી નવરાતની રાતલડી” અંતર્ગત “મા પધારો આંગણે” ગીત રીલીઝ કર્યુ. જેને ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

તમામ મ્યુઝિક પ્લેટફોમ પર પણ હવે અર્જુનના ગીતો ઉપલબ્ધ થયા છે. જે બાદથી અર્જુને પાછળ જોયા વગર સફળતાના નવા શિખરો સર કરી રહ્યો છે.હાલમાં જ “પ્રેમ કરવા માંગુ” ગીત લખીને કમ્પોઝ કર્યુ જે હવે યુટ્યુબ પર ઉપ્લબ્ધ છે. તેમજ આગામી સમયમાં “માત ભવાની” ગીતમાં પોતાનો મધુર અવાજ આપવાનો છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *