પાવાગઢમાં ‘ધક ધક ગર્લ’: ફિલ્મના શૂટિંગ માટે થઈને શ્રદ્ધાળુઓને ભૂલાયા, રોપ-વે સેવા બંધ થતા ભારે અવ્યવસ્થા

 પાવાગઢમાં ‘ધક ધક ગર્લ’: ફિલ્મના શૂટિંગ માટે થઈને શ્રદ્ધાળુઓને ભૂલાયા, રોપ-વે સેવા બંધ થતા ભારે અવ્યવસ્થા
Share

બોલિવૂડની હસ્તીઓ માટે હવે ગુજરાતના લોકેશન હોટફેવરેટ બનતા જઈ રહ્યા છે. મોટી મોટી ફિલ્મી હસ્તીઓ ગુજરાતમાં શૂટિંગ કરવા માટે આવી રહી છે. ત્યારે બોલિવૂડની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષીત હાલમાં પોતાની આગામી ફિલ્મનું શૂટીંગ ગુજરાતમાં કરી રહી છે.

‘મેરે પાસ મા હે’ ફિલ્મના શૂટીંગ માટે થઈને માધુરી પાવાગઢ ખાતે પહોંચી હતી. પોતાની ફેવરેટ હિરોઈન માધુરી દીક્ષીતને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી. ત્યારે ફિલ્મના શૂટીંગને લઈ પાવાગઢ ખાતે માંચીથી રોપ વે સુધીનો રસ્તો બંધ કરી દેવાતા હજારો શ્રદ્ધાળુઓ અટવાયા હતા અને પાવાગઢ ડુંગર ખાતે અવ્યવસ્થા ઉભી થઈ હતી. માધુરી દીક્ષિતે રોપ વેમાં બેસીને શૂટિંગ કર્યું હતું. જેને લઈને રોપ-વે સેવાને પણ અસર થઈ હતી.

આ દરમિયાન કેટલીક જગ્યાએ બાઉન્સરો અને યાત્રાળુઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેથી યાત્રાળુઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા ફિલ્મના શૂટિંગને લઈને રોપ-વે બંધ રહેશે તેવી કોઈ આગોતરી જાણ કરવામાં આવી નહોતી. તેના કારણે યાત્રાળુઓ અટવાઈ ગયા હતા અને દર્શન માટે કલાકો લાગ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ ફિલ્મના શૂટીંગ માટે 3 દિવસનો ગુજરાત પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે. આ દરમિયાન જામા મસ્જિદ, વળાતળાવ, રોપવે,ભદ્ર ગેટ, સાત કમાન, સ્થળોએ શૂટિંગ કરવામાં આવશે. આણંદના ધર્મજ, વડોદરા એરપોર્ટ, સહિત પાવાગઢ ગામ અને શક્તિપીઠ ખાતે ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું.

આ પહેલાં બોલિવૂડ અભિનેત્રીએ અમદાવાદના વાસણા વિસ્તારમાં પણ શૂટિંગ કર્યું હતું. માધૂરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિત ત્રિવેદી અને શ્રૂતિ પાઠકનું સૉન્ગ શેર કરીને અમદાવાદના ભરપુર વખાણ કર્યા હતા.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *