બોલિવૂડમાં કોરોનાની રિ-એન્ટ્રીઃ અભિનેત્રી કરીના કપૂર ખાન અને અમૃતા અરોડા કોરોનાની ઝપેટમાં, સુપર સ્પ્રેડર હોવાનો ખતરો

 બોલિવૂડમાં કોરોનાની રિ-એન્ટ્રીઃ અભિનેત્રી કરીના કપૂર ખાન અને અમૃતા અરોડા કોરોનાની ઝપેટમાં, સુપર સ્પ્રેડર હોવાનો ખતરો
Share

દેશભરમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને દહેશત છે. આ વચ્ચે ફરી બોલિવૂડમાં કોરોનાની રિ-એન્ટ્રી થઈ છે. અભિનેત્રી કરીના કપૂર ખાને અને અમૃતા અરોડાનો કોરોનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો છે. નોંધનીય છે કે, અભિનેતા કમલ હસન પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

BMC સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, કરીના કપૂર અને અમૃતા અરોરા સુપર સ્પ્રેડર હોવાની પણ શક્યતા છે. આ બંને ખૂબ જ સારા મિત્રો છે અને તેઓ બોલિવૂડના ઘણા સ્ટાર્સને સતત મળ્યા છે. બંને અભિનેત્રીઓ છેલ્લા કેટલાક દિવસોમાં બોલિવૂડની ઘણી પાર્ટીઓમાં હાજરી આપી છે.

BMCએ તેમના કોન્ટેક્ટ ટ્રેસ કરવાનું શરૂ કરી દીધું છે. તેમના સંપર્કોમાંથી કેટલીક વધુ હસ્તીઓના અહેવાલ ટૂંક સમયમાં આવી શકે છે. બંને અભિનેત્રીઓ પોઝિટિવ મળ્યા બાદ બોલિવૂડમાં ખળભળાટ મચી ગયો છે. BMC તરફથી તેમના સંપર્કમાં આવેલા લોકોનો RTPCR ટેસ્ટ કરાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. આ સાથે તેઓ જે લોકોને મળ્યા હતા તેમની વિગતો અને તેમનું ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *