વિશ્વ ચકલી દિવસઃ જાણો તેનો ઈતિહાસ, કોણે- ક્યારે અને કેમ શરૂ કરી આ દિવસની ઉજવણી

 વિશ્વ ચકલી દિવસઃ જાણો તેનો ઈતિહાસ, કોણે- ક્યારે અને કેમ શરૂ કરી આ દિવસની ઉજવણી
Share

આજે વિશ્વ ચકલી દિવસ છે. ચકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ફ્રાંસની ઈકો-સીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ છે. આ અંતર્ગત સોપ્રથમ વર્ષ 2010માં પ્રથમ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતમાં ચકલીના સંરક્ષણ માટે નાસિકના નિવાસી મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ નેચર ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી હતી.

પક્ષી વિદોના જણાવ્યા પ્રમાણે ચકલીઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે. જો તેના સંરક્ષણ માટે પ્રયાસ કરવામાં નહીં આવે તો માત્ર તસ્વીરોમાં જ સમાઈ જશે. રોયલ સોસાયટી ઓફ પ્રોટેક્શન ઓફ બર્ડ્સે ભારતના જુદા જુદા ભાગોમાં સર્વે કરીને ચકલીને રેડ લિસ્ટમાં નાંખી છે.

એક જમાનામાં આપણા ઘરોમાં ફોટાની પાછળ કે ગોખલામાં માળો બાંધતી ચી ચી કરતી ચકલીઓ આજે લુપ્ત થઈ ગયો છે. સિમેન્ટના જંગલોમાં આપણી નાનકડી ચકલી ખોવાઈ ગઈ છે. હવાના પ્રદૂષણ, ઘોંઘાટ અને શહેરીકરણના લીધે ચકલીઓની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થઈ રહ્યો છે.

મોબાઈલ ટાવરોમાંથી નિકળતા તંરગો પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે. જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી લુપ્ત થઈ રહી છે

આપણી ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલને લીધે ચકલાંઓને તેમના જીવનનાં દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે અને તેના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે.

ચકલીઓ ઘટવાનું કારણ

ચકલીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલ ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્યાનો અભાવ ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો

ખેત ઉત્પાદનો ઉપર રહેલ ઝેરી રસાયણોનો છંટકાવ,

બ્રીડીંગ ઓપર્ચ્યુનીટીમાં ઘટાડો

આડેધડ ઝાડવાઓનું નિકંદન અને શહેરી વિસ્તારનો ઝડપથી વધતો વ્યાપ ઈન્ટરનેટ અને મોબાઈલ ટીવીના ઓડિયો

વિડીયો તરંગોના ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીયશન

ચકલીને બચાવવા આટલું જરૂર કરો

‘નેસ્ટ હાઉસ’ બનાવી ઘરમાં લગાવો

ઘરની અગાસી, બાલ્કની કે ફળીયામાં પાણીનું કૂંડું મુકો

બાજરી, ચોખાની કણકી, રોટલીના ટૂકડા, ભાત વગેરે ખોરાક માટે મુકો

દેશી અને ફળાઉ વૃક્ષો વાવો

ખેતર-બગીચામાં કુદરતી વાડ કરો

બાળકોમાં નાનપણથી કુદરત પ્રત્યે લગાવ રોપો

ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *